મહેસાણામાં યોજાયો ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. નીતિન પટેલે મંચ પરથી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા.
ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરે તો હું ઈનામ આપીશ! દાદા વિશે કાકાના નિવેદનથી નવી ચર્ચા શરૂ
પૂર્વ Dy.CM નીતિન પટેલે CM ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા
ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરી જ ના શકે: નીતિન પટેલ
ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી નહીં મળે
ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરે તો હું ઈનામ આપીશ
ઝી બ્યૂરો, અમદાવાદઃ પૂર્વ ડેપ્યુટી. સીએમ નીતિન પટેલ હંમેશાથી પોતાની બોલવાની છટા અને પોતાના અલગ અંદાજને કારણે જાણીતા રહ્યાં છે. તેઓ નીતિનકાકાના હુલામણા નામે પણ જાણીતા છે. એવામાં હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંગે નીતિન કાકાનું એક નિવેદન ખુબ વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ નિવેદન જાત જાતના તર્કવિતર્ક ઉભા કરી રહ્યું છે.
મહેસાણામાં યોજાયો ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ. આ કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર રહ્યાં હતા. નીતિન પટેલે મંચ પરથી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલ અંગે કંઈક એવું કહી દીધુંકે, લોકોનું હસી હસીને પેટ દુઃખી જાય.
નીતિન પટેલે પોતાના અનોખા અંદાજમાં જણાવ્યુંકે, ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે કરે તો હું ઈનામ આપીશ. નીતિન પટેલે દાદાના વખાણ કરતા કર્યુંકે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર જેવા માણસ ખુબ ઓછા મળે છે. ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી ગુજરાતને ફરી નહીં મળે. ભૂપેન્દ્ર પટેલ એકદમ શાંત રહીને સારી રીતે સરકાર ચલાવે છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુંકે, ભૂપેન્દ્ર પટેલને કોઈ ગુસ્સે ના કરી શકે. આપણને ફરી ભૂપેન્દ્ર પટેલ જેવા મુખ્યમંત્રી નહીં મળી શકે. હું આરોગ્યમંત્રી હતો ત્યારે ડોકટર્સની હડતાળથી ચિંતા થતી હતી. ભૂપેન્દ્ર પટેલ ડોકટર્સને મળી હસતા મોઢે બહાર આવ્યા છે. આ એમના માં જાદુ છે. આ વાત તેમની સફળતાની નિશાની છે. ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે ધજા મહોત્સવ કાર્યક્રમ વખતે નીતિન પટેલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ એક સાથે એક મંચ પર હતા.નીતિન પટેલે જણાવ્યું હતું કે, મેં આજ સુધી ભૂપેન્દ્રભાઈ જેવા નમ્ર મુખ્યમંત્રી નથી જોયા. બધાની સાથે હળીભળી જવાની ભૂપેન્દ્રભાઈની જે પદ્ધતિ છે તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રીમાં પોતે જોઈ છે હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.