ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર પ્રથમ વખત લાગ્યું કલંક

ગુજરાત ભાજપના સૌથી સિનિયર મંત્રી અને આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ્દ કરી દીધી છે. ત્યારે માત્ર ભાજપ નહીં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો છે. ‘બાપુ’ના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે ભુપેન્દ્રસિંહનું સ્થાન છે. સંગઠન અને સરકારમાં કામગીરી 71 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત ભાજપમાં છેલ્લા ૩૦ વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. તેઓ એક શાંત સૌમ્ય અને સિનિયર આગેવાનો તરીકેની છાપ ધરાવે છે. 30 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રી પદ પર રહ્યા છે. 30 વર્ષથી મંત્રીપદે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 1990થી મંત્રી પદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. વર્તમાન સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે અનેક વિવાદો અને આરોપો થયા હતા. ચુડાસમા ડેમેજ કંટ્રોલર ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય નરેન્દ્ર મોદીની સરકાર હોય કે આનંદીબેનની સરકાર હોય બધી જ સરકારોમાં એક ડેમેજ કંટ્રોલર ની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભુપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.