ભૂસ્ખલનના પગલે ઉત્તરાખંડમાં બદરીનાથ હાઈવે બંધ, 4 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહીનો સિલસિલો રોકાઈ રહ્યો નથી. હવામાન વિભાગે પિથોરાગઢ, બાગેશ્વર, ચમોલી અને નેનીતાલ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે. જ્યારે દેહરાદૂન અને ટિહરી માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. આગામી 24 કલાક ઉત્તરાખંડના આ જિલ્લામાં ભારે વરસાદથી પહાડોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે. પહાડ મોટી તબાહી લાવી શકે છે. મેદાની વિસ્તારોમાં પણ મૂશળધાર વરસાદથી હાલત ખરાબ છે.

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના ઉંચા પહાડોમાં ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વિશ્વ વિખ્યાત શક્તિપીઠ નેના દેવીમાં પાણી ભરાઈ ગયુ. મૂશળધાર વરસાદના કારણે દરેક જગ્યાએ ઝરણા વહી રહ્યા છે. પીડબ્લ્યુડી ભૂસ્ખલન બાદ રસ્તા પર પડેલા પથ્થરોને હટાવવાનુ કામ કરી રહી છે. અહીંના પહાડી વિસ્તારોમાં ઠંડીના વાતાવરણની જેમ ધુમ્મસ છવાઈ રહી છે. જેના કારણે ગાડી ચલાવનારને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખવી પડે છે.

દેહરાદૂનમાં ભારે વરસાદના કારણે તબાહી મચી ગઈ છે. અહીંના કોવિડ હોસ્પિટલના ઈમરજન્સી અને કોરોના વોર્ડમાં પાણી ભરાઈ ગયુ છે.

પિથોરાગઢમાં બીઆરઓએ રેકોર્ડ સમયમાં એક બેલી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. 27 જુલાઈએ વાદળ ફાટવાના કારણે અહીં બનેલો પુલ ધ્વસ્ત થયા બાદ કાટમાળ વહી ગયો હતો.

ઋષિકેશમાં સોન્ગ નદીનુ રૌદ્રરૂપ જોઈને લોકો ડરી ગયા છે. નદીએ કેટલાય બંધ તોડી દીધા જેના કારણે કેટલાક ગામ પૂરની ચપેટમાં આવી ગયા છે. પૂરની મુસીબત વેઠી રહેલા ડઝનો પરિવારોની સામે ખાવા-પીવાની સમસ્યા છે.

નેપાળના સિંધુપાલ ચોક જિલ્લામાં ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનમાં 19 લોકોના મોત નીપજ્યા છે જ્યારે લગભગ 27 લોકો લાપતા છે. એક ડઝનથી વધારે લોકોના ઈજાગ્રસ્ત હોવાની ખબર છે. વરસાદના પાણીમાં પહાડો વહીને આવવાથી કેટલાય ઘર તબાહ થઈ ગયા. કાટમાળમાં દબાયેલા લોકોને નીકાળવા માટે જેસીબી મશીન લવાયુ છે. ઈજાગ્રસ્તોને હેલિકૉપ્ટરની મદદથી કાઠમંડુ લઈ જવાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.