ભૂતકાળમાં આત્મહત્યા કરનારા ખેડૂતોની 2000 વિધવાઓ આંદોલનમાં ઉતરી

કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન યથાવત છે.ખેડૂતો અને સરકાર એમ બંને પક્ષો વચ્ચે આ આંદોલનનો ઉકેલ આવતો દેખાઈ રહ્યો નથી ત્યારે હવે ભૂતકાળમાં જે ખેડૂતોએ આત્મહત્યા કરી છે તેમની વિધવાઓ પણ આ પ્રદર્શનમાં જોડાઈ છે.

મળતી વિગતો પ્રમાણે પંજાબના માલવા ક્ષેત્રમાંથી મંગળવારે 2000 મહિલાઓ ટ્રેક્ટર અને બસમાં સવાર થઈને દિલ્હી નિકળી હતી.આ મહિલાઓનુ જૂથ ટિકરી બોર્ડર પર આવી ચુકયુ છે.ભારતીય કિસાન યુનિયન દ્વારા તેમને લાવવામાં આવ્યા છે.આ મહિલાઓ એક કેમ્પમાં છે અને ત્યાં તે્મણે પોતાના દિવગંત ખેડૂત સભ્યોના ફોટો બતાવીને કૃષિ કાયદા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

જે મહિલાઓએ આંદોલનમાં ભાગ લીધો છે તેમાંથી મોટાભાગની મહિલાઓ નાના ખેડૂત પરિવારમાંથી આવે છે.જેમની પાસે સિમિત જમીન છે.મહિલાઓનુ કહેવુ છે કે, મોટાભાગના ખેડૂતોને વધતા જતા દેવા અને ખેતીની બીજી સમસ્યાઓના કારણે આપઘાત કરવાનો વારો આવતો હોય છે.

આ મહિલાઓના મતે આંદોલનમાં ભાગ લેવાનુ કારણ એ છે કે, અમારી જેમ બીજા નાના ખેડૂતો પણ અત્યારે સૌથી વધારે ખતરામાં છે અને તેમની પાસે જે થોડુ ઘણુ છે તે પણ છીનવાઈ શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.