ગુજરાત(GUJARAT) અને ખાસ કરીને અમદાવાદના(AHMEDABAD) રસ્તાઓ(ROAD) પર જાઓ એટલે તમને ભુવા , ખાડાઓ તમને જોવા મળી જાય.વરસાદનાં(RAIN) કારણે નબળી કામગીરી વાળી તડકો ખોવાઈ જાય તે શક્ય છે.પરંતુ હાલમાં શાહીબાગના(SHAHIBAUG) ડફનાળા પાસે વગર વરસાદે ભૂવા પડયા હોવાનું સામે આવ્યું છે.
વગર વરસાદે અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત્..
અમદાવાદના શાહીબાગ ડફનાળા પાસે ૩૦ થી ૩૫ ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે. આ ભુવો બુધવારે સાંજે અચાનક જ મુખ્ય માર્ગ પર પડ્યો હતો. મુખ્ય માર્ગ પર પડયો હોવાને કારણે સ્થાનિક લોકોને ખૂબ જ મુશ્કેલી નો સામનો કરવો પડ્યો છે.
https://www.youtube.com/watch?v=bLkaA-APbXg
આ સાથે જ રોડને સ્થાનિકો બંધ કર્યો હતો. આ પછી રુટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. શહેરમાં કરોડો રૂપિયાનાં ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવે છે. સમારકામ પાછળ કરોડો રૂપિયા બગાડવા છતાં પણ શહેરમાં ભુવાઓ અને રસ્તાઓ માટે લોકો પરેશાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.