ભયાનક મંદીનાં માહોલમાં આ શેરમાં 1000 ટકાથી પણ વધુની આગઝરતી તેજી

એક તરફ કોરોનાને કારણે શેરબજારમાં ચોતરફ મંદીનો માહોલ છે, ત્યારે Yes Bankના શેરમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. હજુ તો દસેક દિવસ પહેલા 5.65 રુપિયાની ઐતિહાસિક નીચલી સપાટીએ સ્પર્શ્યા બાદ આ શેર આજે 63 રુપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

મૂડીઝે Yes Bankનું ગ્રેડિંગ સુધાર્યા બાદ આજે એક જ દિવસમાં તેમાં 73 ટકાની તેજી જોવાઈ હતી. છેલ્લા દસ દિવસની વાત કરીએ તો, 5.65 રુપિયાના ભાવે પહોંચેલા આ શેરમાં 1000 ટકાથી પણ વધુની તેજી જોવાઈ ચૂકી છે.

આજે 10.57 કલાકે આ શેર 73 ટકાના ઉછાળા સાથે 64.15 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. મંગળવારે ત્રણ ટ્રેડિંગ સેશન્સમાં તેમાં 151 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.

મૂડીઝે જણાવ્યું છે કે, Yes Bankનું લાંબા સમયગાળાનું રેટિંગ CAA3થી સુધારીને CAA1 કરવામાં આવે છે. બેંકને બચાવી લેવા હાલમાં જાહેર કરાયેલા બેલઆઉટ પેકેજ બાદ તેના શેરમાં તેજી જોવા મળી રહી છે.

SBIની આગેવાનીમાં સાત બેંકો યસ બેંકમાં 10 હજાર કરોડ રુપિયા રોકવાની છે. બુધવારે સાંજે છ વાગ્યાથી Yes Bank પોતાની તમામ સુવિધાઓ પણ શરુ કરી દેશે. આરબીઆઈના ગવર્નરે ગઈકાલે જ જણાવ્યું હતું કે જો જરુર પડશે તો Yes Bankને વધારાની મદદ પણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.