બિડેન અને કમલા હેરિસને કારણે ભારત-અમેરિકાના સંબંધો પર હકારાત્મક અસર

– ચીન, વ્યાપાર, આર્થિક નીતિ પર વધુ ભાર રહેશે

– ચીન મુદ્દે ભારતને સહકાર મળવાની શક્યતા, જોકે માનવ અધિકારોને લઇને ટીકાનો સામનો કરવો પડી શકે છે

અમેરિકામાં ટ્રમ્પને હરાવી બિડેન નવા રાષ્ટ્રપતિ બન્યા છે. જ્યારે મૂળ ભારતીય કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ બન્યા છે. તેથી અમેરિકામાં થયેલા આ ફેરફારોની અસર ભારત સાથેના સંબંધો પર હકારાત્મક કે નકારાત્મક અસર થશે તે અંગે નિષ્ણાંતો જુદા જુદા અભિપ્રાય આપી રહ્યા છે.

વુડરો વિલ્સન સેંટરના સીનિયર અસોસિએટ માઇકલ કુગેલમૈને કહ્યું હતું કે ભારતે બિડેનની જીતથી પ્રસન્ન થવું જોઇએ. કેમ કે તેઓ ભારતના લાંબા સમયથી મિત્ર રહ્યા છે. અને એ જ મોમેંટમ પર તેઓ પોતાનું કામ જારી રાખશે. બિડેન સુરક્ષા સમજૂતીને મજબૂત કરશે, સાથે જ વધુમાં વધુ ક્ષેત્રોમાં બન્ને દેશો મળીને કામગીરી કરે તેવા પ્રયાસો બિડેન કરી શકે છે.

ભારત-અમેરિકી નીતિ નિરંતરતા 

બન્ને દેશો વિવિધ ક્ષેત્રોએ ખાસ કરીને ઇંડો પેસિફિક મોરચે નિરંતરતા અને મજબૂત થતા જણાશે. ઓબામા પ્રશાસન દરમિયાન એશિયા પેસિફિક પર એક વિઝન ડોક્યુમેન્ટના રૂપે એક પહેલે આકાર લીધો છે. જે આ ક્ષેત્રમાં ચીની પડકારોનો સામનો કરવા માટે છે. 2015માં મોદી-ઓબામાના એશિયાઇ પ્રશાંત અને હિંદ મહાસાગર ક્ષેત્ર માટે સંયુક્ત રણનીતિક વિજન નામક ઓબામા બેઠક બાદ એક અલગ દસ્તાવેજ જારી કરાયા હતા. જે વિશેષ રૂપે દક્ષિણ ચીન સમુદ્ર પર કેન્દ્રિત હતું. એક રિપોર્ટ અનુસાર ચીન પર અમેરિકાનું દબાણ જારી રહેશે. જોકે ટ્રમ્પ જેવા નિર્ણય બિડેન ના પણ લે તો પણ આખી નીતિને બદલી નાખે તો નવાઇ નહીં.

દરેક અમેરિકી પ્રમુખની રાહે બિડેન

અમેરિકામાં કોઇ પણ પ્રમુખ બને ભારત સાથેની મિત્રતા પર તેની કોઇ જ અસર હજુસુધી નથી થઇ. છેલ્લા 20 વર્ષમાં બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ દરેકે ભારત સાથે મિત્રતા જાળવી રાખી અને આ સિલસિલો બિડેન પણ જાળવશે. તેથી એમ કહેવું કે બિડેનનું વલણ ભારત પ્રત્યે બદલાયેલુ રહેશે તે ઠીક નહીં રહે, કેમ કે બિડેન પણ પૂર્વ રાષ્ટ્રપતિઓની પરંપરાને જાળવી રાખશે.  જોકે બિડેન ભારતના કેટલાક મુદ્દાઓને લઇને ટિકાકાર રહ્યા છે જેમાં સીએએ અને એનઆરસીનો સમાવેશ થાય છે. આ મામલે તેઓ પોતાનું વલણ બદલશે કે કેમ જોવાનું રહ્યું.

કમલા હેરિસ અને માનવ અિધકારો ભારત માટે ચિંતાજનક

કમલા હેરિસ માનવ અિધકારો માટે કામ કરવા જાણીતા છે. ભારતે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યું જેનંુ ટ્રમ્પ પ્રશાસને સમર્થન કર્યું હતું. હવે બિડેન સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે. સાથે જ અમેરિકા કાશ્મીરમાં હિંસા મામલે અવાર નવાર નિવેદનો આપી ચુક્યું છે. કમલા હેરિસ અમેરિકાના પ્રમુખ મહિલા ઉપ પ્રમુખ બની ગયા છે અને તેઓ અગાઉ માનવ અિધકારો માટે કામ કરી ચુક્યા હોવાથી તેઓ ભારતમાં માનવ અિધકારોનો મામલો ઉઠાવી શકે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.