અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ડેમોક્રેટિક સાંસદોએ અને અન્ય દેશોના દબાણના કારણે કોવિડ વિરોધી રસીને પેટન્ટમાં છુટના અસ્થાયી સમર્થન આપ્યું છે. મનાઈ રહ્યું છે કે પેટન્ટમાં છુટ મળવાથી રસીના પ્રોડક્શનમાં સ્પીડ આવશે. બીજી તરફ બાયડન પ્રશાસનના આ નિર્ણયથી નાખુશ દવા કંપનીઓએ તર્ક આપ્યુ છે કે આ છુટથી ઉત્પાદન નહીં વધે.
પ્રમુખ ફાર્મા કંપનીઓ અને યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના કડક વિરોધ છતા પ્રશાસને આ નિર્ણય કર્યો છે. અમેરિકન કંપનીઓનો તર્ક છે કે આનાથી તેનમી બૌદ્ધિક સંપદા પર અસર પડશે.
અમેરિકન વ્યાપાર પ્રતિનિધિ કૈથરીન તાઈએ બુધવારે કહ્યુ કે આ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ છે. જેના ચાલતા અસાધારણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. તાઈએ કહ્યું કે બાયડન પ્રશાસન બૌદ્ધિક સંપદા સુરક્ષામાં દ્રઢતાથી વિશ્વાસ કરે છે. પરંતુ આ મહામારીને ખતમ કરવા માટે કોરોનાની રસી માટે છુટનું સમર્થન કરે છે
ભારત અને દક્ષિણ આફ્રિકાએ WTOમાં કોરોનાની ઈમરજન્સી દરમિયાન બૌદ્ધિક સંપદ્દા અધિકારો સાથે જોડાયેલા વ્યાપાર સંબંધિ પાસાઓ(ટ્રિપ્સ)માં અસ્થાયી છુટ આપવાને લઈને પ્રસ્તાવ રાખ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.