આસામ સરકારે કરી મોટી જાહેરાત , સરકારી કર્મચારીના ચહેરા પર ખુશી

માતા-પિતાની સંભાળ માટેની દિશામાં આસામ કેબિનેટે (ASSAM CABINET) બુધવારે નવી જ પહેલ કરી હતી. કેબિનેટે કર્મચારીઓને (EMPLOYEES) નૂતન વર્ષના આરંભથી ૪ દિવસની મળતી છતાં રજાઓની સાથે ૨ વધારાની રજા (LEAVE) આપવાની જોગવાઈ કરી છે . નૂતન વર્ષે તમામ પ્રધાનો , અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પોતાના માતા-પિતા (MOTHER-FATHER) કે સાસુ-સસરા સાથે ગુણવત્તાસભર સમય ગાળવા માટે જ આ રજા લઇ શકશે.

૬-૭ જાન્યુઆરીના રોજ કર્મચારીઓ આ વધારાની રજા માત્ર માતા પિતા સાસુ-સસરા સાથે ગુણવત્તાસભર સમયગાળામાં આ હેતુને બાદ કરતાં અન્ય હેતુસર નહીં લઈ શકે.

મુખ્યમંત્રીનું શું કહેવું છે..

આસામના મુખ્યમંત્રી હિમન્તા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે , નૂતન વર્ષના આરંભે માતા-પિતાના આશીર્વાદ લઈને કર્મચારીઓને આનંદ આવશે અને રાજ્ય ની કામગીરી વધુ સારી રીતે કરી શકશે. આસામના મુખ્યપ્રધાન અને સ્વતંત્રતાના ઉદ્બોધન કરતાં આ હેતુસરની જાહેરાત કરી હતી.

સર્વાનંદ સોનોવાલ સરકારમાં નાણાપ્રધાન હતા ત્યારે પણ સરમાએ આ વર્ષે ૨૦૧૮માં જાહેરાત કરી હતી કે જે સરકારી કર્મચારીઓ તેમના આશ્રિત માતા પિતાની કાળજી લેવામાં નિષ્ફળ જશે તેમના વેતનમાંથી ૧૦% રકમ સીધી તેમના માતા પિતાનાં ખાતામાં જમા થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.