BPLR માં 70 બેસિસ પોઈન્ટનો વધારો
આરબીઆઈ (RBI) દ્વારા રેપો રેટમાં વધારા બાદ સરકારી અને પ્રાઇવેટ બેંક લેન્ડિંગ રેટ્સમાં ફેરફાર કરી રહી છે. જેના કારણે બેંક લોનની ચુકવણી મોંઘી બની રહી છે. જોકે બેંકો દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. 70 બેસિસ પોઈન્ટના વધારા બાદ એસબીઆઈ (SBI) ની BPLR આધારિત લોનનો વ્યાજ દર વધીને 13.45 ટકા થઈ ગયો છે.
નવી દરો 15 સપ્ટેમ્બરથી લાગૂ કરવામાં આવી
બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટ (BPLR) સાથે લિંક્ડ લોનની રીપેમેન્ટ કરવું હવે પહેલા કરતા મોંઘું બનશે, કારણ કે BPLR નો દર વધારો પહેલા 12.75 ટકા હતો. અગાઉ આ દર જૂન મહિનામાં બદલવામાં આવ્યો હતો. બેન્ચમાર્ક પ્રાઇમ લેન્ડિંગ રેટના વ્યાજ દરોમાં ફેરફાર કરીને નવા દરો આજથી લાગુ કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી SBI ની વેબસાઈટ પર આપવામાં આવી છે.
બેંકે બેઝ રેટમાં પણ 70 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના પછી બેઝ રેટ વધીને 8.7 ટકા થઈ ગયો છે. બેઝ રેટ પર લાગુ નવા દરો 15 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. બેઝ રેટને આધાર તરીકે લેવાથી લોન લેનારાઓની EMI પણ મોંઘી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.