બુધવારે, પોલીસ અને સુરક્ષા દળોએ સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો જેમાં શહેરના સર્ક્યુલર રોડ પર તહાબ ક્રોસિંગ પાસે સુરક્ષા દળોએ 25-30 કિલોગ્રામ IDD જપ્ત કર્યો હતો.
ADGP કાશ્મીર વિજય કુમારે કહ્યું, પુલવામા પોલીસને મળેલી ગોપનીય માહિતીના આધારે કાર્યવાહી કરીને પોલીસ તેમજ સુરક્ષા દળોએ મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો.તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જેઓ આ સ્થળે IED લઈ ગયા હતા અને જેઓ અહીંથી IED લેવા આવ્યા હતા તેમની શોધ ચાલુ છે તેમજ પસાર થતા દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ બડગામમાં બુધવારે વહેલી સવારથી જ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં પોલીસ અને સુરક્ષા દળોએ આગેવાની લીધી છે. જમ્મુ-કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે લશ્કરના ત્રણ આતંકવાદીઓ ઘેરાયેલા છે. તેમાં લતીફ રાધર છે અને જેઓ લતીફ રાહુલ અને અમરીન ભટ્ટ સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.