રશિયા તરફથી નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલનો ભાવ G7 દેશોએ નક્કી કરવાનો નિર્ણય લીધો છે. આ લઈને આખી દુનિયામાં કાચા તેલના માર્કેટમાં હલચલ જોવા મળવાની સંભાવના છે. જોકે તેનાથી ભારત પર કદાચ તેની અસર નહીં થાય તેનું કારણ એ છે કે ભારત તેલના ટ્રાન્સપોર્ટ માટે પશ્ચિમી દેશોની સેવાઓનો ઉપયોગ કરતો નથી. ભારત તરફથી બિન પશ્ચિમી સર્વિસિસ જ ઉપયોગ કરવામાં આવે છે અને કહેવામાં આવી રહ્યું છે કે G7 તરફથી કિંમત નક્કી કરવામાં આવ્યાના નિર્ણયની અસર ફેબ્રુઆરી મહિનાથી દેખાવાની શરૂ થશે.
આ કિંમત કેપ તે દેશ પર લાગૂ થશે, જે પશ્ચિમી દેશના શિપ અને ઈન્સ્યોરેર્સની સેવાઓ લે છે. અમેરિકાના નેતૃત્વવાળા G7 દેશોએ કાચા તેલ પર પ્રાઈસ કેપનો નિર્ણય એટલા માટે લીધો છે જેથી રશિયા પાસેથી ક્રૂડ ઓઈલના વેચાણથી થનારા નફાને રોકવામાં આવી શકે. G7ના આ નિર્ણયનો યુરોપિયન યુનિયન અને ઓસ્ટ્રેલિયાએ સમર્થન કર્યું છે. જ્યારે ભારતે આ નિર્ણયને લઈને કહ્યું છે કે બિન-પશ્ચિમી દેશોના જહાજ ઓછા છે અને ઈન્સ્યોરર પણ માર્કેટમાં ઓછા છે. તેવામાં માર્કેટમાં હલચલ થવાનું નક્કી છે. પરંતુ ભારત બિન પશ્ચિમી જહાજોનો જ ઉપયોગ કરવામાં આવે છે અને આથી ભારતને રશિયા તરફથી સસ્તુ તેલ મળવાનું ચાલુ રહેશે.
દુનિયામાં કાચા તેલને લઈને સંકટ એ પણ ઊભું થયું છે કે સાઉદી અરબ અને રશિયાની લીડરશીપવાળા ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદનમાં કમી કરવાનો નિર્ણય લીધો છે. નવેમ્બર મહિનાથી જ ઉત્પાદનમાં ઘટાડો લાગૂ થઈ ગયો છે અને આ 2023ના અંત સુધી લાગૂ રહેશે. જોકે આ બધુ તે સમયે થઈ રહ્યું છે જ્યારે ચીનની ઈકોનોમી સ્લોડાઉનના રસ્તા પર છે. ચીનમાં તેલનો સૌથી વધારે વપરાશ થાય છે અને માંગમાં કમી આવવાથી નિશ્ચિત રીતે તેની અસર બીજા દેશો પર પડશે. તેવામાં પ્રાઈસ કેપ તેલના ઉત્પાદનમાં વધારે કમી જેવા નિર્ણયો પણ મોંઘવારી વધારે નહીં વધારી શકે. તેનો સીધો લાભ ભારતને થશે, જે યુક્રેન પર રશિયાના હુમલા પછીથી જ સસ્તામાં તેલ રશિયા પાસેથી ખરીદી રહ્યું છે અને પ્રાઈસ કેપનો નિર્ણય કરનારા G7 દેશોમાં અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, જાપાન અને બ્રિટન આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.