શિયાળાની (WINTER) સિઝન શરૂ થતા જ હવે ધીમે ધીમે ગુલાબી ઠંડીનો (PINK COOL) ચમકારો વધી રહ્યો છે. ગુલાબી ઠંડીનું જોર વધતાં લોકો તો તાપણાનો (OF HEAT) સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની (METEOROLOGICAL DEPARTMENT) આગાહી મુજબ આવનારા ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે.
ઉત્તર – પૂર્વમાં પવન તે જતાં તાપમાનનો પારો ગગડશે. હાલ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો પારો નીચે ઊતરી રહ્યો છે. ડિપ્રેશનથી ડબલ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે તાપ લાગી રહ્યો છે. તો રાત્રે તેમજ વહેલી સવારમાં જોરદાર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
થોડા દિવસ અગાઉ આગાહી હતી કે કમોસમી વરસાદ ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાંથી પડશે પણ આજનાં હવામાન વિભાગનાં અનુમાન મુજબ માવઠું થવાની શકયતાઓ ના બરાબર છે. જે રાહતનો વિષય છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર , કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. અત્યારે રાજયમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.