મોટા સમાચાર / વધુ એક સરકારી કંપનીનું થશે ખાનગીકરણ, મોદી સરકારે લીધો મોટો નિર્ણય

દેશભરમાં ઘણી કંપનીઓ પ્રાઈવેટ હાથમાં વેચાઈ ગઈ છે અને હવે સરકાર વધુ એક કંપનીનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે

News Detail

Privatisation in India: દેશભરમાં ઘણી કંપનીઓ પ્રાઈવેટ હાથમાં વેચાઈ ગઈ છે અને હવે સરકાર વધુ એક કંપની (Government Company) નું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે દેશની બેન્કિંગ સિસ્ટમને સુધારવા માટે સરકારે ઘણી બેંકોનું મર્જર અને ખાનગીકરણ કર્યું છે. આપને જણાવીએ કે હવે સરકાર કઈ કંપનીને ખાનગી હાથમાં વેચવા જઈ રહી છે.

જાણો સરકારનો શું છે પ્લાન?

એર ઈન્ડિયાની એર સર્વિસ કંપની ટાટાના હાથમાં ગઈ છે. તેના પછી સરકાર હવે એર ઈન્ડિયાની પોતાની સબસિડિયરી કંપનીનું પણ ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. આપને જણાવી દઈએ કે આ કંપની એન્જિનિયરિંગ સેક્ટરનું કામ જુએ છે. સરકારે આ કંપનીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે.

જાન્યુઆરી-ફેબ્રુઆીમાં બિડ મંગાવવામાં આવશે

મીડિયા રિપોર્ટથી મળેલી માહિતી મુજબ સરકાર એર ઈન્ડિયાની એન્જિનિયરિંગ સબસિડિયરી એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચવાની તૈયારી કરી રહી છે. આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં જ તેના માટે બિડ મંગાવવામાં આવશે.

આ કંપનીને પણ વેચવાની યોજના

આ સિવાય આપને જણાવી દઈએ કે એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસનું ખાનગીકરણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો કે હજુ સમય લાગી શકે છે. એન્જિનિયરિંગ સબસિડિયરી કંપની પછી એરપોર્ટ સેવાઓનું પણ ખાનગીકરણ કરવામાં આવશે.

વિદેશી કંપનીઓની બોલી લગાવવી મુશ્કેલ

આ કંપનીને વેચવા માટે સરકારે હરાજીમાં એક મોટી શરત મૂકી છે કે આ વખતે બિડિંગ પ્રક્રિયા હેઠળ જે પણ ખરીદનાર હશે તેની પાસે 51 ટકા હિસ્સો ભારતીયનો હોવો જોઈએ, એટલે કે સરકાર આ કંપનીને ભારતીયને વેચશે. તેમાં કોઈ વિદેશી આવીને બોલી લગાવી શકશે નહીં.

સરકાર દ્વારા બિડ માટે ઈનવાઈટ મોકલવામાં આવશે. સરકારની એવી યોજના છે કે એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડને વેચ્યા પછી જ એરપોર્ટ સેવાઓ વેચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.