મોંઘવારીમાં મોટી રાહત / LPG સિલિન્ડરની કિંમતમાં 115 રૂપિયાનો ઘટાડો, આ રહ્યો નવો ભાવ

LPG Price: વધતી જતી મોંઘવારી વચ્ચે નવેમ્બરની પહેલી તારીખ રાહતનો પિટારો લઈને આવી છે. લોકોને રાહત આપતા સરકારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, સ્થાનિક એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 115.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

શું છે નવો ભાવ

  • 19 કિલોના ઇન્ડેન એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 1744 રૂપિયા છે. પહેલા તે 1859.5 રૂપિયા હતો.
  • હવે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા થશે. પહેલા લોકોને 1995.50 રૂપિયા ચૂકવવા પડતા હતા.
  • મુંબઈમાં પહેલા લોકો 1844માં કોમર્શિયલ સિલિન્ડર ખરીદતા હતા, પરંતુ હવે તેમને 1696 રૂપિયા ચૂકવવા પડે છે.
  • ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1893 રૂપિયા છે. અગાઉ આ માટે 2009.50 ચૂકવવા પડતા હતા.
  • અમદાવાદમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1631 રૂપિયા છે.

14.2 કિલોના સિલિન્ડની શું છે કિંમત ?

ઘરેલું સિલિન્ડર અમદાવાદમાં 906.5,, દિલ્હીમાં 1053 રૂપિયા, કોલકાતામાં 1079, ચેન્નાઈમાં 1068.5 અને મુંબઈમાં 1052 રૂપિયામાં ઉપલબ્ધ છે. ભારતની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે છે. કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ હોટલ, ખાણીપીણીની દુકાનોમાં થાય છે. તેનાથી વેપારીઓને મોટી રાહત થશે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 1 ઓક્ટોબરે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં 25.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ તહેવારોની સિઝનને કારણે આર્થિક ગતિવિધિઓમાં તેજીને કારણે ઓક્ટોબરના પ્રથમ છ મહિનામાં ભારતમાં ઈંધણના વેચાણમાં વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં વાર્ષિક ધોરણે 22-26 ટકાનો વધારો થયો છે, જ્યારે ઓક્ટોબર 2022ના પ્રથમ છ મહિનામાં પણ મહિના દર મહિને વધારો થયો છે. 1 થી 15 ઓક્ટોબર, 2022 દરમિયાન પેટ્રોલનું વેચાણ 22.7 ટકા વધીને 1.28 મિલિયન ટન થયું છે. જ્યારે આ જ સમયગાળામાં વર્ષ 2021માં 1.05 મિલિયન ટનનો વપરાશ થયો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.