રાજસ્થાનમાં મોટી દુર્ઘટના. પરીક્ષા આપવા જઈ રહેલા યુવકોને નડયો અકસ્માત.. ધટના સ્થળે જ 6નાં મોત…

રાજસ્થાનનાં જયપુરમાં ચાકસૂમાં મોટી દુર્ઘટના ધટી છે. કહેવાય છે કે ખ વેનમાં 10 લોકો સવાર હતાં. તેમાંથી મોટાભાગનાં રીટની પરીક્ષા આપવા જઈ રહ્યાં હતાં. તેઓ બારાથી સિકર જઈ રહ્યાં હતાં.

રસ્તામાં અનિયંત્રિત થઈને વૈન ટ્રોલીમાં પાછળ ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, 6 લોકોનાં ધટના સ્થળે જ મોત થઈ ગયાં હતાં. બાકીનાં લોકોને મહાત્મા ગાંધી તથા સવાઈ માનસિંહ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo&t=6s

રીટની પરીક્ષા 26 સપ્ટેમ્બરે બે પાળીમાં થવાની છે. તેનાં માટે 16 લાખ 22 હજાર 19 ઉમેદવારોએ અરજી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.