– મંગળવારે બિહારના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો
કોરોનાની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને બિહાર સહરકારે રાજ્યમાં ફરી ક વખત સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. બિહાર સરકારે સંપૂર્ણ રાજ્યમાં 15 દિવસના ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે. બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે બિહારમાં 16થી 31 જુલાઇ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. બિહારમાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. બિહારમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ એક હજાર કરતા પણ વધારે કેસ આવી રહ્યા છે.
સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે લોકડાઉન માટેની ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું તકે કોરોના મહામારીની કોઇ દવા નથી અને કોઇ રસી પણ નથી, તેનાથી બચવાનો આ એકમાત્ર ઉપાય છે. મંગળવારે બિહારના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જુન મહિનામાં બિહારની અંદર દરરોજના 150થી 200 કેસ આવતા હતા, જે જુલાઇમાં વધીને 1200થી 1300 પર પહોંચ્યા છે. 10 જુલાઇથી જ બિહારના વિવિધ જિલ્લાઓની અંદર આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ, ત્યારે સરકારે હવે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે.
બિહારમાં તો કોરોના હવે રાજનિતિક પાર્ટીઓની ઓફિસો સુધી પહોંચી ગયો છે. બિહારમાં ભાજપના 75 ચજેટલા કાર્યકર્તાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે નેક મોટા નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તો બિહારના અપર મુખ્ય સચિવને પણ કોરોના થયો છે. ત્યારે બિહારમાં લોકડાઉનના નિર્ણયથી દેશના અન્ય રાજ્યોમાં પણ ફરીથી લોકડાઉનની અટકળો વહેતી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.