બિહારના ભાગલપુરમાં બોટ ડૂબી-20 ઉતારુ લાપતા, બોટમાં નાવિકો ઉપરાંત 50થી વધુ લોકો હતા

-ત્રીસને બચાવી લેવાયા, બોટ ખીચોખીચ ભરેલી હતી

બિહારના ભાગલપુર જિલ્લામાં નવગછિયાના તીનટંગા કરારી ગંગા ઘાટ પર એક નૌકા ઊલટી પડી જતાં વીસ વ્યક્તિ લાપતા જણાઇ હતી. બચાવકારોએ ત્રીસ જણને ઊગારી લીધા હતા. બોટમાં નાવિકો ઉપરાંત પચાસથી વધુ પ્રવાસી હતા,

આ લોકો પોતાના ખેતરમાં મકાઇનો પાક લણવા જઇ રહ્યા હતા. ડૂબી ગયેલા મનાતા લોકોમાં સ્ત્રીઓ અને બાળકો પણ હતાં. ખેતમજૂરો અને ખેડૂતો મકાઇ લણવા માટે નીકળ્યા હતા. નજરે જોનારા લોકોના કહેવા મુજબ બોટમાં એની ક્ષમતા કરતાં વધુ લોકો હતા. આ સમાચાર મળતાં ગોપાલપુર પોલીસ સ્ટેશનનું પોલીસ દળ તથા જિલ્લાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નેશલ ડિઝાસ્ટર રિલિફ કમિટિના તરવૈયા રાહત કાર્ય કરી રહ્યા હતા. સ્થાનિક લોકો પણ આ રાહતકાર્યમાં સહભાગી થયા હતા. આ લખાતું હતું ત્યારે 20 વ્યક્તિનો પતો નહોતો. ઊગારી લેવાયેલા લોકોને સારવાર માટે ગોપાલગંજ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.