બિહારમાં બનેશે NDAની સરકાર, નીતિશ કુમાર ફરીથી બનશે મુખ્યમંત્રી: ભાજપનો દાવો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને લીડ મળશે તેવું જણાય રહ્યું છે. પરંતુ ભાજપને પૂર્ણ વિશ્વાસ છે કે પરિણામ NDAની તરફેણમાં આવશે.

ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈને સોમવારે દાવો કરતા કહ્યું કે, 10 નવેમ્બરે બપોરે 12 વાગ્યા સુધીમાં એ નક્કી થઈ જશે કે બિહારમાં ભારે બહૂમતિ સાથે NDAની સરકાર બનવા જઈ રહી છે. તેજસ્વી 10 નવેમ્બરની સવારે ખુશીઓ મનાવી લે.

મતગણતરીના એક દિવસ પહેલા શાહનવાઝ હુસૈને દાવો કર્યો કે, બિહારમાં ભારે બહૂમતિથી NDAની સરકાર બનવા જઈ રહી છે અને નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળશે. તેમણે એક નિવેદન જાહેર કરી કહ્યું કે, બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી સંપન્ન થયાં બાદ એકવાત નક્કી છે કે જનતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને ઘણો ઉત્સાહ રહ્યો અને મોટી સંખ્યામાં મતદાતાઓએ NDAના પક્ષમાં મતદાન કર્યું છે.

 

એક્ઝિટ પોલના દાવાઓને ફગાવતા તેમણે દાવો કર્યો કે પરિણામ NDAના પક્ષમાં આવશે. તેમણે કહ્યું કે, 10 નવેમ્બરે બપોરે 12 વાગ્યા સુધીમાં નક્કી થઈ જશે કે બિહારમાં ભારે બહૂમતિથી NDAની સરકાર બનવા જઈ રહી છે અને નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી પદની કમાન સંભાળશે.

હુસૈને 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તે સમયે મોટા ભાગના અનુમાનોમાં ભાજપની સરકાર બનવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો જ્યારે તે સમયે જનતા દળ યુનાઈટેડ NDAનો ભાગ નહોતું. તે સમયે એક્ઝિટ પોલ ખોટા સાબિત થયું હતા. તેની પાછળનું કારણ એક્ઝિટ પોલ કરનારાઓનું સેમ્પલ સાઈઝ રાજ્યની વસ્તીની દ્રષ્ટિએ ઘણું નાનું હોય છે તેનાથી તેમાં વાસ્તવિકતા આવી શકતી નથી.

ઉલ્લેખનિય છે કે, 243 સીટો માટે ત્રણ તબક્કામાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બરે મતદાન પૂર્ણ થયું. ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં RJD નેતા તેજસ્વી યાદવના નેતૃત્વવાળા મહાગઠબંધનને બહૂમતિ મળે તેવું જણાય રહ્યું છે. બિહારમાં બહૂમતિનો આંકડો 122નો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.