સુપ્રીમ કોર્ટે બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપુતના મોતની તપાસ સીબાઇને સોંપી છે. કોર્ટના આ નિર્ણય બાદ તેના પર થઇ રહેલા રાજકારણમાં પણ વધારો થયો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મુંબઇ પોલિસ તપાસ કરવા માટે સક્ષમ હતી, આમા સીબીઆઇ તપાસની જરુર નહોતી. બિહારમાં હમણા વિધાનસભા ચૂંટણી આવી રહા છે, તેના કારણે આ અંગે રાજકારણ રમાઇ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમણે બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડે ઉપર પણ નિશાન સાધ્યું છે. સંજય રાઉતે કહ્યું કે, બિહારના ડીજીપી કઇ વાતથી એટલા બધા ખુશ થઇ રહ્યા છે કે નાચીને બધી જગ્યા પર બતાવી રહ્યા છે. વર્દીની પણ એક ગરિમા હોય છે, તેમના હાથમાં તો માત્ર હવે ભાજપનો ઝંડો આવવાનો બાકી છે. શું બિહારમાં ઓછા અપરાધ થઇ રહ્યા છે? અમે બિહારના પણ ઘણા કેસને સીબીઆઇ પાસે ટ્રાન્સફર થતા જોયા છે.
સંજય રાઉતે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અંગે પણ કહ્યું કે, નીતિશ કુમાર આમ તો સંયમી નેતા છે, પરંતુ રાજનીતિ સારા સારાનો સંયમ તોડી નાંખે છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નીતિશ કુમારે કહ્યું કે આ કેસમાં બિહારે એ જ કર્યુ જે કાયદાકિય રુપ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયે સાબિત કરી આપ્યું છે કે તમામ પ્રક્રિયા ન્યાયને સંગત છે. આ કેસમાં પણ ન્યાય મળશે તેવો અમને બધાને વિશ્વાસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.