બિહાર ચૂંટણી પહેલા મોદી ખોલશે વિકાસનો ખેલ , 16000 કરોડથી વધારેની પરિયોજનાઓનો કરશે પ્રારંભ

બિહારની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી પરિયોજનાઓનો શુભારંભ અને ઉદ્ધાટન કરશે. આગામી 10 દિવસમાં આ યોજનાઓની શરૂઆત કરવામાં આવશે જે બિહારના લોકો માટે મુળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો અને જીવનધોરણને સરળ બનાવશે.

આ પરિયોજનાઓ LPG પાઈપલાઈન, LPG બોટલિંગ પ્લાન્ટ, નમામિ ગંગે હેઠળ સીવેજ ટ્રીટમેંટ પ્લાન, જળ આપૂર્તિ યોજના, રિવર ફ્રંટ ડેવલપમેંટ પ્રોજેક્ટ, નવી રેલવે લાઈન, રેવલે બ્રિજ, જુદાં-જુદાં વર્ગોના વિદ્યુતિકરણ, રાજમાર્ગો અને પુલોના નિર્માણ જેવા જુદાં-જુદાં ક્ષેત્રો સાથે જોડાયેલી છે.

વડાપ્રધાન આવનારા 10 દિવસોમાં ઘણાં કાર્યક્રમોમાં બિહારના લોકો સાથે વાતચીત પણ કરશે. આ પરિયોજનાનો કુલ ખર્ચ 15 હજાર કરોડ રૂપિયાથી વધારે છે. તેનાથી કોરોના સંક્રમણના સમયમાં વિકાસના મુખ્ય કાર્ય કરવા માટે જાહેર વ્યયનો લાભ ઉઠાવી શકાશે.

ઉલ્લેખનિય છે કે, PM મોદીએ ગુરુવારે મત્સ્ય ક્ષેત્રમાં એક મોટી ભેટ આપી છે. તેમણે આત્મનિર્ભર ભારત હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાને ડિઝિટલ સ્વરૂપે લોન્ચ કરી. જે હેઠળ સરકાર 2025 સુધીમાં 20,050 કરોડ રૂપિયા ખર્ચશે. આ કેન્દ્ર સરકાર તરફથી મત્સ્ય ક્ષેત્રમાં અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ગણાવવામાં આવી રહ્યું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.