બિહાર ચૂંટણી પ્રચારમાં કોરોના ભુલાઈ ગયો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગની પરવા કોઈને રહી નથી.જોકે તેની અસર પણ જોવા મળી રહી છે અને હવે ભાજપના ચોથા દિગ્ગજ નેતા કોરોનાથી સંક્રમિત થયા છે.
બિહાર ભાજપના પ્રભારી અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસને કોરોના થયો છે.તેમણે જાતે ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યુ હતુ કે, લોકડાઉન બાદ રોજ કામ કરી રહ્યો છું પણ એવુ લાગે છે કે, ભગવાન પોતે ઈચ્છે છે કે થોડા દિવસ માટે રજા લઉં.હું કોવિડ પોઝિટિવ જાહેર થયો છું અને હાલમાં આઈસોલેશનમાં છું.ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લઈ રહ્યો છું અને જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ તેવી મારી સલાહ છે.
આ પહેલા ભાજપના બીજા બે નેતા ડેપ્યુટી સીએમ સુશિલ મોદી અને શાહનવાઝ હુસેન તથા રાજીવ પ્રતાપ રુડી પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.બિહારમાં પહેલા ફેઝનુ વોટિંગ 28 ઓક્ટોબરે થવાનુ છે તેવામાં ટોચના નેતાઓ કોરોના સંક્રમિત થતા ભાજપને ઝાટકો વાગ્યો છે.તેમાં પણ દેવેન્દ્ર ફડનવિસ બિહાર ભાજપના પ્રભારી છે.તેમને કોરોના થતા ભાજપની ચિંતા વધી ગઈ છે.
બિહારમાં અત્યાર સુધીમાં કોરોનાના બે લાખ કરતા વધારે કેસ સામે આવી ચુક્યા છે.ચૂંટણી પ્રચાર દરમિયાન સભાઓમાં હજારો લોકો ઉમટી રહ્યા છે ત્યારે એવુ લાગે છે કે, ચૂંટણીના કારણે બિહારમાં કોરોના વધારે વકરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.