બિહારમાં શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન થવા જઇ રહ્યું છે. બિહારમાં છેલ્લા દિવસોમાં ખરાખરીનો રાજકિય જંગ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવ વર્તમાન સમયે રાંચી જેલમાં છે. પહેલા તેમને 9 નવેમ્બરના રોજ તેમને જમાનત મળવાની હતી. ત્યારે હવે તેમને મોટો ઝટકો મળ્યો છે. લાલુ પ્રસાદ યાદવને 27 નવેમ્બર સુધી હવે જેલમાં રહેવું પડશે. શુક્રવારે તેમની જમાનત અરજી ઉપર સુનવણી થવાની હતી, જેને રજાના કારણે ટાળી દેવામાં આવી છે.
જો આજે તેમને જમાનત મળી જાત તો તેઓ જેલમાંથી બહાર આવી જાત, પરંતુ તેવું થયું નથી. લાલુ પ્રસાદને ચારા કૌભાંડના ચારમાંથી ત્રણ કેસમાં પહેલા જ જમાનત મળઈ ગઇ છે. લાલુ પ્રસાદ યાદવ તરફથી દવર્ષિ મંડલે જણાવ્યું કે આ કેસમાં કોર્ટમાં શુક્રવારે સુનવણી થનાર હતી, લાલુ પ્રસાદ યાદવે અરધી સજા ભોગવી લીધાના આધાર ઉપર જમાનત અરજી દાખલ કરી છે.
લાલુ પ્રસાદ યાદવ અત્યાર સુધીમાં 42 મહિના જેલમાં રહી ચુક્યા છે. ત્યારે અરધી સજા ભોગવી લીધાના આધારે તેમને જમાનત મળી જાય તેવી સંભાવના છે. આ સિવાય લાલુ પ્રસાદે હ્દય રોગ, શુગર અને કિડની સહિતની કુલ 16 પ્રકારની બિમારી હોવાનો દાવો પણ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.