નીતીશ સરકારની મંગળવારે કેબિનેટ બેઠક મળી જેમાં ફ્રીમાં કોરોના વાઈરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ચુકી છે. દરેક લોકોને ફ્રીમાં કોરોના વાઈરસ વેક્સિન આપવાના નિર્ણયને કેબિનેટે મંજુરી આપી દીધી.
કેબિનેટ બેઠક દરમિયાન આગામી 5 વર્ષમાં સુશાસનના કાર્યક્રમ અંતર્ગત આત્મનિર્ભર બિહારના સાત નિશ્ચય પાર્ટ 2 કાર્યક્રમને મંજુરી મળી ગઈ સાથે જ ભાજપના 19 લાખના રોજગારી સર્જનના વચનને પણ કેબિનેટમાં મંજુરી મળી ગઈ.
કેબિનેટમાં તે પણ નિર્ણય લેવાયો કે સરકારે અને બિન સરકારી ક્ષેત્રમાં રોજગારીના 20 લાખથી વધારે નવી તકોનું નિર્માણ કરવામાં આવશે. તે સિવાય ભાજપનું વધુ એક વચન બહારના દરેક લોકોને ફ્રીમાં કોરોના વેક્સિન આપવાના નિર્ણયને પણ કેબિનેટે મંજુરી આપી દીધી.
નીતીશ કેબિનેટથી મંજુરી મળ્યા બાદ હવે તે નક્કી છે કે દેશમાં જ્યારે પણ કોરોના વેક્સિન આવશે તો બિહારના લોકો રાજ્ય સરકારમાં તે ઉપલબ્ધ કરાવશે. સાથે જ નીતીશ કુમારના સાત નિશ્ચય પાર્ટ2 કાર્યક્રમને પણ કેબિનેટમાં મંજુરી મળી ગઈ છે.
ઉલ્લેખનિય છે કે, ભાજપે વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બને તો તેઓ બિહારમાં 19 લાખ રોજગારીનું સર્જનની તકોનું નિર્માણ કરશે. તેનાથી એક પગલું આગળ વધતા તેમણે 20 લાખ રોજગારીની તકો સરકારી અને બિન સરકારી ક્ષેત્રમાં ઊભા કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.