બિહારમાં ચૂંટણી પહેલા ભાજપની મોટી કાર્યવાહી, ભોજપુરી સ્ટાર પવનસિંહને પાર્ટીમાંથી હાંકી કઢાયા, જાણો શું છે મામલો

જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પવનસિંહ ચૂંટણી લડી રહ્યાં છે જેના કારણે પાર્ટીની છબી ખરાબ થઈ છે

Pawan Singh: લોકસભા ચૂંટણીની વચ્ચે ભાજપે એક મોટી એક્શન લીધી છે. ભોજપુરી પાવરસ્ટાર પવનસિંહને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. રાજ્યના મુખ્યાલયના પ્રભારી અરવિંદ શર્મા દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમે લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યાં છો, તમારું આ કામ પક્ષ વિરોધી છે.

જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પવનસિંહ ચૂંટણી લડી રહ્યાં છે જેના કારણે પાર્ટીની છબી ખરાબ થઈ છે. તમે (પવનસિંહ) ચૂંટણી લડીને પાર્ટી શિસ્ત વિરુદ્ધ આ કર્યું છે. તેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.

કારાકાટ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે પવનસિંહ 
ખરેખરમાં, પવનસિંહ બિહારની કારાકાટ લોકસભા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પીએમ મોદી વિરુદ્ધ પણ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે. થોડા દિવસો પહેલા બીજેપી નેતા પ્રેમ કુમારે ચેતવણી આપી હતી કે પાર્ટી પવનસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. હવે ભાજપે પવનસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

કારાકાટ લોકસભા સીટ માટે સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. ઉપેન્દ્ર કુશવાહા એનડીએ તરફથી ઉમેદવાર છે. આ બેઠક પર ત્રિકોણીય જંગ છે. જ્યારે રાજા રામ કુશવાહા મહાગઠબંધનમાંથી મેદાનમાં છે, ત્યારે પવનસિંહે સ્વતંત્ર પ્રવેશ કરીને એનડીએની ખેંચતાણ વધારી દીધી છે.

પીએમ મોદીના આવ્યા પહેલા થઇ કાર્યવાહી 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 મેના રોજ કારાકાટમાં ચૂંટણી પ્રચાર માટે સભા કરવાના છે. તે લોકોને ઉપેન્દ્ર કુશવાહાની તરફેણમાં મતદાન કરવા અપીલ કરશે. પીએમ મોદીના આગમન પહેલા જ પાર્ટી દ્વારા ભોજપુરી પાવરસ્ટાર પવનસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.