બિહારે જેપી આંદોલન થકી ફરીથી લોકશાહી સ્થાપિત કરવાનું કામ કર્યું: અમિત શાહ

– અમિત શાહનું મિશન બિહાર, પહેલી વર્ચ્યૂઅલ રેલીને ગૃહમંત્રીએ સંબોધિત કરી

 

દેશ લોકડાઉન બાદ અનલોક-1 તરફ આગળ વધી રહ્યું છે આ સાથે જ અમિત શાહે મિશન બિહાર પણ હાથમાં લઈ લીધું છે. ભાજપ બિહારમાં વર્ચ્યૂઅલ રેલી કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિત શાહ પોતાની પાર્ટી માટે બિહારમાં પહેલી વર્ચ્યૂઅલ રેલી ‘બિહાર જનસંવાદ’ને સંબોધિત કરી.

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા ઈન્દિરા ગાંધીએ ઈમર્જન્સી લગાવીને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બિહારની જનતાએ જ જેપી આંદોલન કરીને ફરીથી લોકશાહી સ્થાપિત કરવાનું કામ કર્યું.

શાહે કહ્યું કે, ભાજપની સરકાર ગરીબોની સરકાર છે બિહારની ધરતીએ જ પહેલીવાર લોકશાહીનો અનુભવ કરાવ્યો. જ્યાં મહાન મગધ સામ્રાજ્યનો પાયો નાખવામાં આવ્યો, આ ભૂમિએ હંમેશા ભારતનું નેતૃત્વ કર્યું છે. આ રેલીનો ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ રાખે છે.

અમિત શાહે કહ્યું કે, આજે જ્યારે હું વર્ચ્યૂઅલ રેલીના માધ્યમથી તમારી સાથે સંવાદ કરું છું ત્યારે કેટલાક લોકોએ અત્યારે થાળી વગાડીને આ રેલીનું સ્વાગત કર્યું છે. મને ગમ્યુ, વહેલા-મોડું પીએમ મોદીની અપીલને તેમણે માની. આ રાજકિયા પક્ષના ગુણગાન ગાવાની રેલી નથી. આ રેલી જનતાને કોરોના વિરુદ્ધ જંગમાં જોડવા અને તેનો ઉત્સાહ વધારવા માટે છે.

ઉલ્લેખનિય છે કે, કોરોનાના સંક્રમણને જોતા સરકારે કોઈ પણ પ્રકારના મેળાવડાંઓ પર પ્રતિબંધ લગાવ્યો છે તેથી હવે ચૂંટણી પ્રચાર પણ વર્ચ્યૂઅલ રેલીથી કરવામાં આવી રહ્યાં છે. ભાજપ ઓનલાઈન રેલી શરૂ કરનારનો પહેલો પક્ષ છે તેથી આ રેલીને સફળ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.