બિહારના નેતા અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની આશાઓ પર ફરી વળ્યુ પાણી, જેલમાં જ રહેવુ પડશે

બિહારના નેતા અને પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવની જેલમાંથી બહાર આવવાની આશાઓ પર પાણી ફરી વળ્યુ છે.

હાલમાં લાલુ પ્રસાદ યાદવ આર્થિક અપરધાના કેસમાં ઝારખંડની જેલમાં છે.કોરોનાના વધતા જતા ફેલાવાને ધ્યાનમાં રાખીને ઝારખંડની જેલોમાંથી સાત વર્ષથી ઓછી સજા હોય અને જેમની સામે આર્થિક અપરાધના કેસ ના હોય તેવા કેદીઓની પેરોલનો વિરોધ સરકાર નહી કરે તેવુ રાજ્ય સરકારની એક બેઠકમાં નકકી થયુ છે.

જોકે લાલુ પ્રસાદ યાદવ આર્થિક અપરાધના આરોપી હોવાથી હવે તેમને પેરોલ નહી મળે.આમ તેમને જેલમાં જ રહેવુ પડશે.

ઝારખંડમાં હાલમાં 18000 જેટલા કેદીઓ જેલમાં છે.જ્યારે જેલોની ક્ષમતા 14000 જેટલી છે.આ સંજોગોમાં લાલુ પ્રસાદને કોરોનાનો કપરો સમય પણ જેલમાં જ કાઢવો પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.