બિહારના મુખ્યમંત્રી નીચિશ કુમાર રવિવારે પુરાતત્વીય અવશેષો જોવા માટે ભાગલપુર ગયા હતા. આ દરમિયાન તેમણે નદીઓના વહેણને વાળવાની અને પુરાતત્વીય અવશેષોને લઇને ઘણી મોટી જાહેરાતો કરી છે. નીતીશ કુમારની ભાગલપુર મુલાકાતને કારણે ત્યાંના ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. જિલ્લા પ્રશાસને નીતીશુમારને ખુશ કરવા માટે ખેડૂતોને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોને એ હદે નુકસાન થયું છે કે તેમણે રડવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રીના હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવવામાં અને અન્ય તૈયારીઓને કારણે ખેડૂતોના 100 એકરના પાકને નુકસાન થયું છે, જેના કારણે નિષ્ફળ થયો છે.
સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું કે પહેલા મુખ્યમંત્રીના હેલિકોપ્ટર માટે હેલિપેડ બનાવ્યું, જેના કારણે પાકને નુકસાન થયું. અધુરામાં પુરુ મુખ્યમંત્રી અને પુરાતત્વીય અવશેષોને જોવા માટે આવેલા આસપાસના હજારો લોકોના કારણે પણ ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકસાન થયું છે. લોકોની ભીડના કારણે મકાઇ, પરવર, ઘઉં, કારેલા સહિત શાકભાજીના પાકને મોટુ નુકસાન થયું છે.
એક તરફ દેશમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે પાક નુકસાનીની આ ઘટના બનતા તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ મુદ્દો જોર પકડતા સ્થનિક પ્રશાસન હવે તેને દબાવવાના પ્રયાસમાં લાગ્યું છે. જે ખેડૂતોનું નુકસાન થયું છે તેમને વળતર આપવાનું આશ્વાસન પણ અપાયું છે. ત્યારે હવે પ્રશાસનની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. નુકસાનીનું વળતર આપવાખથી છુટી જવાશે?
એક ખેડૂતે જણાવ્યું કે તેનો પાક નિષ્ફળ ગયો છે. જો આ નુકસાનનું વળતર મળશે તો પણ તેને કામ ધંધો છોડીને કચેરીઓના ચક્કર લગાવવા પડશે. કેટલાય ખેડૂતો તો એવા છે કે જેમણે દેવું કરીને પાકના વાવણી કરી હતી. તે બધાને વિશેવાસ હતો કે આ વર્ષે સારી ઉપજ આવશે. પરંતુ મુખ્યમંચત્રીના આગમને તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.