બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને ના મળ્યા જામીન, વધુ સુનાવણી 11 ડિસેમ્બરે

ગોટાળાના ચાર મામલાઓમાં સજા કાપી રહેલા આરજેડી અધ્યક્ષ અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવને આજે પણ જામીન મળ્યા નથી

આ મામલામાં લાલુ પ્રસાદની જામીન અરજીની સુનાવણી રાંચી હાઈકોર્ટમાં થઈ હતી.એ પછી કોર્ટે વધુ સુનાવણી 11 ડિસેમ્બરે રાખવાનો હુકમ કર્યો છે.આમ લાલુને જેલમાં પાછા ફરીને જામીન માટે શું ચુકાદો આવે છે તેની રાહ જોવી પડશે.

લાલુ પ્રસાદને ચાર મામલામાંથી ત્રણમાં જામીન મળી ચુક્યા છે પણ હજી એક મામલામાં જામીન મળવાના બાકી છે.જેના કારણે તેઓ જેલમાં છે.જો આ કેસમાં પણ તેમને જામીન મળશે તો તેઓ જેલમાંથી બહાર આવી જશે.લાલુ છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં સજા કાપી રહ્યા છે.લાલુ પ્રસાદ યાદવના વકીલ પ્રભાત કુમારે કહ્યુ હતુ કે, આગામી સુનાવણી 11 ડિસેમ્બરે છે.અમને કોર્ટે લાલુ પ્રસાદની સજા સાથે સંકળાયેલા રેકોર્ડ નીચલી કોર્ટમાંથી લાવવાનો આદેશ અપાય છે.

લાલુ પ્રસાદનો હાલમાં રાંચીની રીમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.ચારા ગોટાળા મામલામાં લાલુ પ્રસાદ યાદવને કુલ 14 વર્ષની સજા સંભળાવાઈ છે.તેમના પર ચારા ગોટાળાના પાંચ કેસ થયા છે.આ પૈકી ચાર મામલામાં સીબીઆઈ કોર્ટ લાલુને સજા સંભળાવી ચુકી છે.

લાલુ પ્રસાદે પોતાની બીમારીઓને આગળ ધરીને જામીન માંગ્યા છે અને બીજી તરફ સીબીઆઈ દ્વારા તેમને જામીન આપવાનો વિરોધ કરાઈ રહ્યો છે.તાજેતરમાં લાલુ પર જેલમાં બેઠા બેઠા એનડીએના ધારાસભ્યોને ફોન કરીને પ્રલોભન આપવાના આક્ષેપો પણ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.