બિહાર સરકારનો ફજેતો, એક મહિના પહેલા જ બનેલો 264 કરોડનો પુલ તુટી ગયો

બિહારમાં 16 જુન એટલે કે બરાબર એક મહિના પહેલા ગોપાલગંજ જિલ્લામાં 264 કરોડ રુપિયાના ખર્ચે બનેલા પુલનુ સીએમ નિતિશકુમારે ઓનલાઈન ઉદઘાટન કર્યુ ત્યારે તેમને કદાચ કલ્પના પણ નહી હોય કે આ પુલ તેમની સરકારની ફજેતીનુ કારણ બની જશે.

ઉદઘાટનના એક જ મહિનામાં 264 કરોડનો આ પુલનો એક મોટો હિસ્સો તુટી ગયો છે.આમ 264 કરોડ રુપિયા પાણીમાં વહી ગયા છે.પુલનુ બાંધકામ 2012માં શરુ થયુ હતુ.

દરમિયાન વિપક્ષ આરજેડીએ  સરકાર પર નિશાન સાધતા કહ્યુ છે કે, સંયુકત રીતે ભ્રષ્ટાચાર આચરનાર ટોળકીના પિતામહ એવા નિતિશ કુમાર આ મામલે એક શબ્દ નહી બોલે અને નહીં જવાબદાર મંત્રીને બરખાસ્ત કરે.બિહારમાં ચારે તરફ લૂંટ ચાલી રહી છે.

આ મામલામાં બિહાર સરકારના સડક નિર્માણ મંત્રીએ પાછુ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ છે કે, કુદરતી આફતમાં રસ્તાઓ અને પુલ તુટી જવાની ઘટનાઓ બનતી રહે છે.આખા પુલને નુકસાન થયુ નથી પણ પાણીના વહણના કારણે એક હિસ્સો વહી ગયો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.