મિડિયા સાથે વાત કરતાં આ વિદ્યાર્થી ઋતિક રાજે એવી માહિતી આપી હતી કે મને જ્યોર્જટાઉન યુનિવર્સિટી તરફથી અઢી કરોલની સ્કોલરશીપ મળી હતી. હું ચાર વર્ષ યૂરોપમાં અભ્યાસ કરી શકીશ
બિહારના 19 વર્ષના એક વિદ્યાર્થીને અમેરિકાની ટોચની યુનિવર્સિટીએ રૂપિયા અઢી કરોડની સ્કોલરશીપ આપીને અભ્યાસ કરવા નિમંત્રિત કર્યો હતો.
ઋતિક પટણાની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો 12મા ધોરણનો વિદ્યાર્થી છે. એને વૉશિંગ્ટન ડીસીની જ્યોર્જટાઉન યુનિવર્સિટીની સ્કોલરશીપ મળી છે. આ સ્કોલરશીપ આરુપ સ્કોલરશીપ તરીકે ઓળખાય છે. ઋતિક પટણાના મખદૂમપુર જિલ્લાનો રહેવાસી છે અને હાલ પટણામાં ગોલા રોડ પર રહે છે.
ઋતિક જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ચાર વર્ષ રહીને અભ્યાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.