બિહારના વૈશાલી જિલ્લામાં ગોલ્ડ લોન આપતી કંપનીના શાખામાં આજે બંદુકધારી ડાકુઓ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાના પચાસ કિલો સોનાની લૂંટ ચલાવી હતી, એમ પોલીસે કહ્યું હતું. ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ સિનેમા રોડ શાખામાં આજે બપોરે આ ઘટના બની હતી.
‘આઠ બંદુકધારીઓ આવ્યા હતા. તેમણેબંદુકની અણીએ સ્ટાફને બંધક બનાવી લૂંટ ચલાવી હતી. સ્ટાફના સભ્યો અને ચોકીદારે ડાકુઓનો સામનો કરતા ડાકુઓએ તેમને ખૂબ માર્યા હતા’એમ પોલીસ આઇજી તિરહુટ રેન્જ, ગણેશ કુમારે પત્રકારોને કહ્યું હતું. શાખાના મેનેજરે તેમની શાખામાંથી રૂપિયા 205 કરોડનું પંચાવન કિલો સોનું લૂંટાયું હોવાનો દાવો કર્યો હતો.
અમે તેમના દાવાની ચકાસણી કરી રહ્યા છીએ અને ડાકુઓને શોધવાની શરૂઆત કરી હતી’એમ તેમણે કહ્યું હતું.બિહારમાં 22 કેરેટના સોનાનો ભાવ રૂપિયા 3645 છે જ્યારે 24 કેરેટના સોનાનો ભાવ તેના કરતાં 200 રૂપિયા વધારે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.