બિહારની રાજનીતિએ પક્ડ્યો છે ગરમાવો,અશ્વિની કુમારે તે પાંચેય એમ્બ્યુન્સ પરત મંગાવી,અને તેને નવા સ્ટીકર લગાવી દીધા

બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, મોતનો કડો પણ વધી રહ્યો છે. આમ છતા બિહારમાં તો અલગ જ ખેલ ચાલી રહ્યો છે. આ આપત્તિના સમયમાં પણ કેટલાક નેતાઓ અને અધિકારીઓ અવસર શોધી રહ્યા છે.

2019ના વર્ષમાં લોકસભા ચૂંટણી પહા કેન્દ્રિય મંત્રી અશ્વિની કુમારની પહેલથી એસજેવીએન કંપનીએ સીએસઆર ફંડ અંતર્ગત જિલ્લાની સ્વાસ્થ્ય સમિતિને 6 એમ્બ્યુલેન્સ ગિફ્ટમાં આપી હતી. જેવી નેતાજીએ ચૂંટણી જીતી કે તેમણે આ તમામ એમ્બ્યુલેન્સને જિલ્લા સ્વાસ્થ્ય સમિતિ પાસેથી પરત લઇને એસએસએસ કંપનીને પરત આપવાનો આદેશ આપ્યો.

ત્યારબાદ 8 એપ્રિલ 2021ના રોજ અશ્વિની કુમારે વિભાગીય પત્ર જાહેર કરીને એસજેવીએન કંપની દ્વારા ગિફ્ટ કરવામાં આવેલી 6 એમ્બ્યુલન્સમાંથી 5 એમ્બ્યુલન્સ ધનુષ ફાઉન્ડેશનને હેન્ડઓવર કરવાનો નિર્દેશ આપ્યો.

ત્યારબાદ અશ્વિની કુમારે તે પાંચેય એમ્બ્યુન્સ પરત મંગાવી અને તેને નવા સ્ટીકર લગાવી દીધા. આટલેથી ના અટકતા નેતાજીએ આ એમ્બ્યુલન્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કર્યુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.