બિહારમાં 11 એપ્રિલ સુધી શાળા કોલેજ બંધ,સાર્વજનિક સમારોહ માટે પણ ગાઈડલાઈન જાહેર

કોરોના સંક્રમણના કારણે બિહારમા ફરી એક વાર શાળા અને કોલેજને 11 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સીએમ નીતિશ કુમારે આ નિર્ણય જાહેર કર્યો છે.

સીએમના આદેશ પર કોરોના ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રૂપની બેઠક રખાી અને સાથે જ શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

બેઠકમાં સાર્વજનિક સમારોહને લઈને પણ નવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. જેમાં લગ્નથી લઈને શ્રાદ્ધ સુધીના કામમાં સીમિત લોકોની હાજરીનો નિર્દેશ કરાયો છે.

આપદા વિભાગના પ્રધાન સચિવે કહ્યું કે શરૂઆતમાં બંધન રાખવામાં આવ્યા હતા પણ હવે સ્થિતિના આધારે નિર્ણય લેવાશે. કોરોનાના કેસમાં રાજ્યમાં વદારો થઈ રહ્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.