ગવર્નરમાં શક્તિકાંતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બીજી લહેરથી ઈકોનોમીને ભારે સ્તર પર અસર પડી છે. આની સાથે જોડાયેલી સ્થિતિઓ પર આરબીઆઈની નજર બનેલી છે
શક્તિકાંત દાસે મીડિયા સંબોધનમાં કહ્યુ કે કોરોનાની પહેલી લહેર બાદ ઈકોનોમીમાં રિકવરી દેખાવાની શરુ થઈ હતુ પરંતુ બીજી લહેરથી સંકટ ઊભુ થયું છે. સરકાર રસીકરણમાં તેજી લાવી રહી છે. તેમણે આગળ કહ્યુ કે ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરીના સંકેત છે. ભારતની વાત કરીએ તો ભારતીય ઈકોનોમી પણ દબાણથી ઉભરતી જોવા મળી રહી છે.
ગવર્નર શક્તિકાંત દાસે પોતાના સંબોધનમાં કહ્યું કે હાલની સ્થિતિમાં KYCના નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત વીડિયોના માધ્યમથી KYCને મંજૂરી આપવામાં આવી છે.
આજે સવારે 10 વાગે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિદાસ મિડીયાને સંબોધિત કરી રહ્યા. આ અંગે આરબીઆઇએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. મિડીયા રિપોર્ટ અનુસાર આરબીઆઇના ગવર્નર લોન મોરેટોરિયમને લઇને રાહત આપી શકે છે. જો એવું થશે તો ઇએમઆઇ જમા કરનારા લોકોને રાહત મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.