બીકાનેર બન્યું દેશનું પહેલું શહેર,જાણો કઈ રીતે કામ કરશે આ ખાસ કેમ્પેન……

રાજસ્થાનનું બીકાનેર દેશનું પહેલું એવું શહેર બનવા જઈ રહ્યું છે જે ઘરે ઘરે જઈને કોરોનાની વિરોધમાં કેમ્પેન શરૂ કરશે. 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકો માટે આ વેક્સીનેશન ડ્રાઈવ સોમવારથી શરૂ કરાશે. લોકોના ઘર સુધી વેક્સિન પહોંચાડવા માટે 2 એમ્બ્યુલન્સ અને 3 મોબાઈલ ટીમ સ્ટેન્ડબાય રહેશે.

ઓછામાં ઓછા 10 લોકોના સાઈન અપ થયા બાદ વેક્સિન લેન લોકોના ઘર માટે રવાના થશે. મળતી માહિતી અનુસાર 10 લોકોના રજિસ્ટ્રેશનની લિમિટ એટલા માટે રખાઈ છે કે કારણ વિનાનો ખર્ચ ઘટાડી શકાય. રસીની એક શીશીનો ઉપયોગ 10 લોકોને વેક્સિન આપવા માટે કરી શકાય છે. જે વ્યક્તિને વેક્સિન લગાવાશે તેમની પાસે ઓબ્ઝર્વેશન માટે એક મેડિકલ સ્ટાફ પણ રહેશે.

રાજ્યની રાજધાની જયપુરથી લગભગ 340 કિમી દૂર છે બીકાનેર, અહીં 16 શહેરી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર છે. આ કેન્દ્રાના ડોક્ટરોને સૂચિત કરાશે કે તેમના ક્ષેત્રમાં કોને વેક્સિન આપવામાં આવી રહી છે જેથી કોઈ પણ સાઈડ ઈફેક્ટનું ધ્યાન રાખી શકાય. બીકાનેરના કલેક્ટર નમિત મહેતાએ કહ્યું કે 2011ની વસ્તી ગણતરી અનુસાર શહેરની આબાદી 7 લાખથી વધારે છે અને સાથે લગભગ 50-60 ટકા વસ્તીનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.