અરે બાપ રે… પેટ્રોલનાં ભાવ વધારા વચ્ચે રાજયમાં દશેરાનાં દિવસે બાઈક અને કારનું અધધ વેચાણ.

કોરોના બાદ તેજીનો સંચાર. અમદાવાદમાં દશેરાએ ૫,૧૦૦ ,ટુ વ્હીલર ૧,૯૦૦ કાર વેચાઈ છે.

નવરાત્રિના(NAVARATRI) નવ દિવસોમાં વાહનોની(VEHICLES) ખરીદી કરનારા લોકોની સંખ્યા ગત વર્ષે કરતાં વધુ જોવા મળી હતી. માત્ર દશેરાનાં(DUSSEHRA) દિવસે જ અમદાવાદમાં(AHMEDABAD) ૫૧૦૦ ટુ વ્હીલર અને ૧૯૦૦ કારનું વેચાણ થયું હતું. કોરોનાની અસરનાં કારણે ગત વર્ષે વેચાણ થયું ન હોતું.

કોરોનાની બીજી લહેર નબળી પડ્યાં પછી માર્કેટમાં તેજીનો સંચાર થઈ રહ્યો છે. હવે જયારે માર્કેટ ખૂલ્યું છે ત્યારે ગ્રાહકો ખરીદશક્તિ પણ વધી છે. પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવ વધી રહ્યાં છે છતાં ટુ વ્હીલર અને કારનાં વેચાણમાં કોઈ ધટાડો આવ્યો નથી.

ખાસ કરીને એસયુવી કારનું વેચાણ વધી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે , બુકીંગ તો એક મહિના પહેલાં થઈ ગયાં હતાં. પરંતુ સપ્લાય ઓછી હોવાને કારણે વેચાણ પર અસર થઈ છે.

માત્ર દશેરાનાં દિવસે કેટલું વેચાણ..

ટુ વ્હીલર ગુજરાતમાં ૧૯૫૦૦

ફોર વ્હીલર ૬૮૦૦ જેટલાં વેચાઈ ચૂક્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.