બાઇક અથવા ગાડીમાં પેટ્રોલ ભરાવો એ સમયે ઘણી વખત તમારી સામે ફ્રોડ પણ, પેટ્રોલ ભરાવતી વખતે કેટલીક બાબતનું ધ્યાન રાખવું …

પેટ્રોલ પંપ પર વારંવાર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો થતી રહે છે, જેને લઈને લોકો પણ સાવધાન થઈ ગયા છે. જો કે તેની સામે પેટ્રોલની ચોરી કરતા લોકો પણ ગ્રાહકોને છેતરવાની નવી રીત શોધતા હોય છે. આવી સ્થિતિમાં પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ ભરીને કોઈની પાસેથી વધુ પૈસા લીધા હોવાની વાત સામાન્ય થઈ ગઈ છે.

પેટ્રોલ ભરાવ્યા પછી ઘણી વખત એવું લાગતું હશે કે તમે ગાડીમાં જેટલું પેટ્રોલ ભરાવ્યું છે એ મુજબ વાહન માઈલેજ નથી આપી રહ્યું, તો ઘણી વખત તમે પેટ્રોલ પંપ પર છેતરપિંડીનો શિકાર બન્યા હોય એવું શક્ય છે. એટલા માટે ખાસ કરીને પેટ્રોલ ભરાવતી વખતે કેટલીક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મીટર રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરાવવું

પેટ્રોલ ભરાવતા પહેલા મીટર હંમેશાં ઝીરો પર હોવું જોઈએ. આ પ્રકારની છેતરપિંડી ઘણીવાર એવા ગ્રાહકો સાથે થાય છે, જ્યારે તેઓ પેટ્રોલ ભરાવવા જાઓ ત્યારે પેટ્રોલ વર્કર મીટરને રીસેટ કર્યા વિના પેટ્રોલ ભરી દે એવું પણ બને છે. આ છેતરપિંડીમાં તમારી કારમાં ખૂબ પેટ્રોલ ભરાયું હોય અને સામે તમારે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે. આવી પરિસ્થિતિને ટાળવા માટે પેટ્રોલ ભરાવતા પહેલા મીટરને રીસેટ કરવાનું ભૂલશો નહીં.

થોડી સાવધાની તમને નુકસાનથી બચાવશે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અપડેટની સાથે દરરોજ સવારે પેટ્રોલ અને ડીઝલની ડેન્સિટી તપાસ્યા બાદ પેટ્રોલ પંપ દ્વારા તેને મીટરમાં અપડેટ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચવા માગો છો, તો પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે માત્ર શૂન્ય પર જ નહીં પરંતુ ડેન્સિટી પર પણ ધ્યાન આપો અને આ માટે નક્કી કરેલી મર્યાદાને ધ્યાનમાં રાખો.

રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ન પુરાવો

આ સિવાય અમુક એક્સપર્ટના મત અનુસાર પેટ્રોલ પંપ પર ફ્યૂઅલની ચોરી પણ થતી હોય છે. મશીનમાં કોડિંગ અગાઉથી જ સેટ કરેલ હોય છે. જો તમે 100,200,300 એમ રાઉન્ડ ફિગરમાં ફ્યૂઅલ પુરાવો છો તો તેમાં 10-15 ટકા ઓછું આવે છે. આથી હંમેશા 85, 45 165 એમ ઓડ રકમનું ફ્યૂઅલ પુરાવું જોઈએ.

પેટ્રોલની ડેન્સિટી

આ સિવાય પેટ્રોલ અને ડીઝલની ડેન્સિટી પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવી છે. જેમાં પેટ્રોલની રેન્જ 720-775kg/m3 નક્કી કરાઇ છે તો ડીઝલની રેન્જ 820-860Kg/m3 નક્કી કરાઇ છે. આ ડેન્સિટી પેટ્રોલ પંપની સ્ક્રીન પર જોવા મળે છે. આથી તેને ચેક કરીને જ ફ્યૂઅલ ભરાવવું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.