બિલ ગેટ્સ એટલી ખેતીલાયક જમીન છે કે તેઓ અમેરિકાના સૌથી વધુ ખેતીલાયક જમીન ધરાવતી વ્યક્તિ હોવાનો દાવો કરી શકે તેમ છે. બિલ ગેટ્સ હાલમાં વિશ્વના ચોથા ક્રમના સૌથી વધુ ધનવાન વ્યક્તિ છે અને અમેરિકામાં તેઓ ખૂબ ચુપકીદીથી ૨,૪૨,૦૦૦ એકર ખેતીલાયક જમીન ધરાવે છે. ગેટ્સ અને તેમના પત્ની મેલિન્દા કુલ ૨,૬૮,૯૮૪ એકર જમીન ધરાવે છે. તે પૈકી મોટા ભાગની ખેતીલાયક જમીન છે.
કાસ્કેડે કંપનીએ ફૂડ સેફ્ટી કંપની ઇકોલેબ, યૂઝડ કાર રિટેલર કંપની વ્રોમ તેમ જ કેનેડિયન નેશનલ રેલવેમાં પણ રોકાણ કરેલું છે.
ફોર્બ્સની યાદીમાં જણાવ્યા મુજબ ગેટ્સ ૧૨૧ અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. જમીન માલિકીની વાત કરવામાં આવે તો લ્યુસિયાનામાં તેઓ સૌથી વધુ ૬૯,૦૭૧ એકર , અરકાન્સાસમાં ૪૭,૯૨૭ એકર તો નેબ્રાસ્કા પ્રાંતમાં ૨૦,૫૮૮ એકર જમીન ધરાવે છે.
બિલ ગેટ્સ ખેતી ક્ષેત્રે અન્ય પ્રોજેક્ટમાં પણ રસ લઇ રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં બિલ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશને સબ સહારા આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં નાના ખેડૂતોને ઊંચું ઉત્પાદન આપતી જાતોના વાવેતર માટે અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા ૩૦.૬ કરોડ અબજની ગ્રાન્ટ પણ મંજૂર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.