બિલ ગેટ્સએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર છૂટાછેડાને લઈને એક નિવેદનને શૅર કર્યું છે. જેમાં લખ્યું છે કે, લાંબી વાતચીત અને પોતાના સંબંધો પર કામ કર્યા બાદ અમે પોતાના લગ્નનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 27 વર્ષમાં ત્રણ બાળકોનો ઉછેર કર્યો.
માઇક્રોસોફ્ટ (Microsoft)ના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ (Bill Gates) અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ એ લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા (Divorce) લેવાની જાહેરાત કરી દીધી છે. આ બંનેએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું છે કે હવે તેઓ બંને એક સાથે નહીં રહી શકે.
બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સની પહેલી મુલાકાત વર્ષ 1987માં થઈ હતી. તે સમયે મલિન્ડાએ માઇક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.