બીન ગુજરાતી પરિવારોની, બીજી- ત્રીજી પેઢીઓને, ચૂંટણી લડવા મળી ટિકિટ

પહેલી વખત ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાંથી પછાત જ્ઞાતિ સમુહો દેશના અનેક રાજ્યોમાંથી સ્થળાંતરને કારણે સ્થિર થયેલા બીન ગુજરાતી પરિવારોની બીજી- ત્રીજી પેઢીઓને ચૂંટણી લડવા ટિકિટ મળી છે.

અમદાવાદ, સુરત જેવા શહેરોમાં તો સામાન્ય બેઠકો ઉપર ટિકિટની ફાળવણી થઈ છે ત્યારે ચૂંટણી બાદ ૬ શહેરોમાં મેયરપદે કોણ આવશે તેને લઈને ચારેકોર ઉત્તેજના છે.

આગામી સપ્તાહે તેનું ગેઝેટ બહાર પડશે. એમ છતાંયે એક દાયકાથી બિન અનામત રહેલા અમદાવાદ કોર્પોરેશનમાં મેયરપદની નવી ટર્મ OBC કે SC કોર્પોરેટર માટે રિર્ઝવ રહેશે તે નક્કી છે. જ્યારે વડોદરામાં ST અને સૌરાષ્ટ્રના ત્રણ પૈકી એક કોર્પોરેશનમાં SC કોર્પોરેટરને મેયરપદ મળશે તેમ કહેવાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.