બિનજરૂરી કોલને લઈને સરકારે કડક વલણ અપનાવ્યા બાદ ટેલિકોમ કંપનીઓએ આ માટે નવો નિયમ લાગૂ કર્યો છે. આ કારણે લાખો ગ્રાહકોને ઓટીપી જેવા જરૂરી એસએમએસ મેળવવામાં તકલીફ આવી રહી છે અને આવનારા થોડા દિવસ સુધી આ કાયમ રહેશે.
રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાએ રવિવાર રાતથી તેને લાગૂ કર્યા છે. ટ્રાઈએ નવા માનક 2019થી લાગૂ કરવાનું વિચાર્યું હતું પણ ફિશિંગ એટેક અને બિનજરૂરી કોલના કારણે હવે તેને કડકાઈથી લાગૂ કરવામાં આવી રહ્યા છે.
ટ્રાઈએ બિનજરૂરી કોલ્સ અને સ્પેમની સાથે સંબંધિત નિયમોમાં પણ 2018માં ફેરફાર કર્યા હતા. ટેલી માર્કેટિંગ કંપનીઓ દ્વારા સંદેશા મોકલવામાં પણ ગ્રાહકોની મંજૂરી અનિવાર્ય કરવાના નવા નિયમોને જોતા આ ફેરફાર કર્યા હતા. નિયામકે દૂરસંચાર ઓપરેટરોને સુનિશ્ચિત કરવા કહ્યું કે વ્યાવસાયિક સંદેશ ફક્ત રજિસ્ટર્ડ નંબર પર જ મોકલાય.
સરકારે આ કેસમાં કડકાઈ અપનાવી છે. ગ્રાહકોને અનિચ્છનીય કર્મશિયલ કોલ કે એસએમએસ મોકલનારી કંપનીઓ પર દંડની જોગવાઈ કરાઈ છે.
અધિકારીઓએ કહ્યું કે ગ્રાહકો દ્વાર ડુ નોટ ડિસ્ટર્બમાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ તે નંબરથી તેમને સતત કર્મશિયલ કોલ અને મેસેજ આવતા રહે છે. આવી કંપનીઓ પર પણ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને દંડની પણ જોગવાઈ કરવા કહ્યું છે. નિયમોના ઉંલ્લંઘન કરાતી કંપનીના કનેક્શન કાપી લેવા કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.