ગાંધીનગરમાં બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે. આજે હજારોની સંખ્યામાં મહાત્મા મંદિર પાસે ઉમેદવારોના ધરણાં ચાલી રહ્યા છે. હવે વિદ્યાર્થીઓને આ આંદોલનમાં શંકરસિંહ વાઘેલાનું સમર્થન મળ્યું છે. હાલ શંકરસિંહ વાઘેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં પહોંચી ગયા છે.
તમને જણાવીએ કે, આજે સવારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે હજારો વિદ્યાર્થીઓની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમને ઉમેદવારોની કથણી સાંભળી હતી.
શંકરસિંહ વાઘેલાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, હું સરકારને પરીક્ષા રદ કરવા ભલામણ કરીશ. સરકારે પણ ‘યુવાનોની ચિંતા કરીને માતા પિતાની ભૂમિકા ભજવવી પડે. વિદ્યાર્થીઓને બોલાવીને તેમની વાત સાંભળવી જોઈએ. હું આજે CM અને રાજ્યપાલને વાત કરીશ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.