તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો સામેલ હતાં. મળતી માહિતી મુજબ પ્રમાણે, અત્યાર સુધીમાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 લોકોના મૃતદેહો મળ્યા છે.
તમને જણાવી દઈએ કે CDS બિપિન રાવતના કરિયરનો એક મોટો ભાગ તેમણે ભારતીય સેનામાં સેવા આપીને પસાર કર્યો છે. તેઓ ઊંચાઈ પર યુદ્ધ લડવાના એક્સપર્ટ રહ્યા છે.આ ઉપરાંત જાણીએ તેમની અન્ય ખૂબીઓ…
– બિપિન રાવતને ઊચાઈ પર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશન એટલે કે વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવે છે.
– વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી કરી હતી.
– ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાનો શહીદ થયા પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
– આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો.
– બિપિન રાવતે કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યાર બાદ મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી.
– સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેમણે પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવીની સાથે પણ સારો તાલમેલ ગોઠવ્યો હતો.
– ચીનની બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન પણ સંભાળી ચૂક્યા છે.
– બિપિન રાવતને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવે છે.
– રાવતના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સાથે ભારતીય સેનાના 27મા સેનાધ્યક્ષ તરીકે કાર્ય કરી ચૂક્યા છે.
– બિપિન રાવતે અમેરિકાના ફોર્ટ લીવએનવર્થથી કમાન અને જનરલ સ્ટાફ વિષયનો અભ્યાસ કર્યો હતો. સેનામાં તેમના લાંબા કરિયર દરમિયાન જનરલ રાવત સેનાના પૂર્વી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ પર આર્મીની એક બટાલિયનનું નેતૃત્વ કરી ચૂક્યા હતા. તે સાથે જ કાશ્મીર અને પૂર્વોત્તરમાં પણ સેનાની કમાન સંભાળી હતી.
– રાષ્ટ્રીય રક્ષા એકેડમિ અને ભારતીય સૈન્ય એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રાવત ડિસેમ્બર 1978માં સેનામાં સામેલ થયા હતા. તેમણે સેકન્ડ સેફ્ટિનન્ટ સાથે આર્મીની શરૂઆત કરી હતી અને અત્યારે સીડીએસ જનરલ તરીકે સેવા આપતા હતા. તેમણે ચાર દાયકાની સેવા દરમિયાન, રાવતે એક બ્રિગેડ કમાન્ડર, જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, જનરલ સ્ટાફ ઓફિસર ગ્રેડ-2 તરીકે પણ કામ કર્યું હતું. તેઓ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેનાનો પણ હિસ્સો રહ્યા ચુક્યા છે.
બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. બિપિન રાવતે 1978માં આર્મી જોઈન કરી હતી. તેમણે 2011માં ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડીગ્રી મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.