દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપીન રાવતે અમેરિકી સ્ટાઈલથી જ આતંકવાદને ખતમ કરી શકાય છે. તેવુ નિવેદન આપ્યુ છે. દુનિયાને આતંકવાદથી મુકત કરવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર સખથ કાર્યવાહી થવી જોઈએ તેમ પણ કહ્યુ છે.
નવી દિલ્હીમા આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં બીપીન રાવત ઉપસ્થિત રહ્યા અને તેમણે કહ્યું કે, આતંકવાદને ખતમ કરવો હશે તો માત્ર એ જ રીત અપનાવી શકાય જે અમેરિકાએ 9-11ના આતંકી હુમલા બાદ અપનાવી હતી. અમેરિકાએ આતંકવાદ સામે વૈશ્વિક યુદ્ધ શરૂ કર્યુ હતુ. આતંકવાદની સાથે જ તેઓ ફંડીગ કરનારાઓને પણ ખતમ કરવાની તેઓએ વાત કહી.
વધુમાં બીપીન રાવતે જણાવ્યું હતું કે, આપણે આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવો પડશે. અને આવું માત્ર એ રીતે જ કરી શકાય જે રીતે અમેરિકાએ 9-11ના સમયે કર્યું હતું. અમેરિકાએ આતંકવાદ વિરૂદ્ધ વૈશ્વિક યુદ્ધ છેડ્યું હતું. આતંકવાદની સાથે સાથે એ તમામ લોકોનો પણ ખાત્મો કરવાની જરૂર છે જેઓ આતંકવાદને ફંડીગ પૂર્ણ પાડે છે. તેમને દંડ કરવો જોઈએ. આતંકવાદ સાથે સમજુતી કરવા મુદ્દે તેમણે કહ્યું કે, આવા પ્રકારની સમજુતીમાં સુનિશ્તિત ગેરન્ટી લેવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.