તે સમયે બિપિન રાવત લેફ્ટિનેન્ટ જનરલના પદ પર હતા
ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત સહિત સેનાના વરિષ્ઠ અધિકારીઓને લઇ જતુ હેલિકોપ્ટર તમિલનાડુમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ દુર્ઘટનામાં 14 લોકો સવાર હતા જેમાથી 11 લોકોના મોત નિપજ્યા છે. આ પહેલા વર્ષ 2015માં પણ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું, જેમા તેઓ માંડ-માંડ બચ્યા હતા. ત્યારે બિપિન રાવત લેફ્ટિનેન્ટ જનરલના પદ પર હતા.
ઉત્તર પૂર્વી રાજ્ય નાગાલેન્ડના દીમાપુર જિલ્લામાં બિપિન રાવત સહિત ત્રણ અધિકારી સેનાના ચીતા હેલિકોપ્ટરમાં સવાર હતા. ઉડાન ભર્યાની થોડી ક્ષણોમાં જ હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું. ત્યારે હેલિકોપ્ટર માત્ર 20 ફુટની ઊંચાઇ પર હતું. સેના તરફથી જાણકારી આપવામાં આવી હતી કે, હેલિકોપ્ટરમાં સવાર અધિકારીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. ત્યારે જાણકારી આપવામાં આવી હતી કે, હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના એન્જિન ફેલ થવાના લીધે બની હતી.
આ હેલિકોપ્ટર MI 17 શ્રેણીનું રશિયન હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ પરિવહન હેલિકોપ્ટર તરીકે થાય છે. ભારતમાં આ શ્રેણીના લગભગ 150 હેલિકોપ્ટર છે. ત્રણ અઠવાડિયા પહેલા આ શ્રેણીનું એક હેલિકોપ્ટર અરુણાચલમાં પણ ક્રેશ થયું હતું, પરંતુ ક્રૂ મેમ્બર સદનસીબે બચી ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.