બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા હોવાનુ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, દિલ્લીમાં બે કરોડની ખંડણી કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. જેમાં રાજકોટના હરેન નામના શખ્સની પણ ધરપકડ કરાઇ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, બિશ્નોઇ ગેંગે રાજકોટના હરેનનો ઇન્સટાગ્રામથી સંપર્ક કર્યો હતો. અને આ તરફ હવે રાજકોટના હરેને કઈ રીતે ખંડણી માંગવામાં આવી તેની સમગ્ર હકીકત કબૂલી હતી.
દેશના વિવિધ રાજ્યમાં આતંક ફેલાવનાર લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન પાકિસ્તાનથી ખુલ્યું છે તેમને જણાવી દઈએ કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નલિયા કોર્ટેમાં રજૂ કરાઈ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને ત્યારે અગાઉ ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને અગાઉ ગુજરાત લવાયા બાદ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે અને આ દરમ્યાન હવે બિશ્નોઇ ગેંગના તાર રાજકોટ સુધી લંબાયા હોવાનું પણ ખૂલતાં હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, દિલ્હીમાં બે કરોડની ખંડણી કેસમાં પોલીસ ત્રણ ઇસમોની ધરપકડ કરી હતી. જેમાં એક વ્યક્તિ રાજકોટનો હરેન હોવાનું ખૂલ્યું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.