નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2020 રજુ કર્યું આ દરમિયાન ગુજરાત માટે પણ ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી. ભારતનાં બજેટ 2020માં ગુજરાત માટે ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા છે. ધોળાવીરા, બુલેટ ટ્રેન અંગે પણ ખાસ પેકેજ જાહેર કરાયા છે. આટલું જ નહીં ગુજરાત મોડેલથી રાજ્યમાં રક્ષાશક્તિ અને ફોરેન્સિક યુનિવર્સિટીઓ વિકસાવવાની પણ ભારતભરમાં તૈયારીઓ કરવામાં આવી છે. આમ, ભારતનાં બજેટ 2020માં ગુજરાતને વિશેષ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર તરફથી મળી છે. ગુજરાત અને ગુજરાતીઓની વ્યવસ્થા સંસદમાં વખણાઈ વાહવાહીઓ થઈ છે.
બુલેટનું કામ બુલેટની ગતિથી દોડશે
બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુધ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું
ગુજરાત ટુરિઝમ વિકાસ માટે ખાસ પેકેજ
ગુજરાતમાં ટુરિઝમનાં વિકાસ માટે પણ બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત ઐતિહાસિક સ્થળો અને પુરાતત્વ ખાતા માટે ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
કલ્ચર મ્યુઝિમની જાહેરાત
બજેટમાં ગુજરાતમાં સાંસ્કૃતિક મ્યુઝિયમ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ગુજરાતનું ધોળાવીરા સામેલ છે.
દરિયાઈ મ્યુઝિયમની તૈયારી
દ્વારકામાં અન્ડર વોટર મ્યુઝિયમ બનાવવા અંગે પણ સરકારી બજેટમાં અગત્યની જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.