સામાન્ય વર્ગને મોટી રાહત, ટેક્સ સ્લેબમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કર્યા ધરખમ ફેરફાર. આવકવેરાના સ્લેબમાં કરાયો ફેરફાર, પરંતુ આવકવેરાની મુક્તિ મર્યાદામાં કોઇ ફેરફાર કરાયો નથી. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પાસે સામાન્ય કરદાતાઓને આ બજેટથી ઘણી આશાઓ હતી અને તેમની ઝોળી ભરી દીધી છે તેમ કહી શકાય. સરકારે ઇન્કમ ટેક્સની છુટની સીમા વધારી દીધી છે. આવક વેરા છૂટમાં તમામ વર્ગને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવ્યા છે.
– 5 લાખ સુધીની આવક પર કોઇ ઇનકમ ટેક્સ નહીં
– 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ લાગશે. 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો
– 7.5 લાખથી 10 લાખ સુધીની આવક પર 15 ટકા ઇન્કમ ટેક્સ લાગશે
– 10 લાખથી 12.5 લાખની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ પહેલાં 30 ટકા હતો
– 12.5 લાખથી 15 લાખની આવક પર 25% ટેક્સ લાગશે
– 15 લાખથી ઉપર પહેલાંની જેમ 30% ટેક્સ લાગશે
– ગુજરાતના ગિફ્ટસિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ખુલશે
– સરકારે 15મા નાણાંકીય પંચની ભલામણ સ્વીકાર કરી લીધી છે
– સરકાર IPO દ્વારા LICમાં પોતાની શેર મૂડીનો હિસ્સો વેચવાનો પ્રસ્તાવ કરે છે
– 2019-20મા કુલ ખર્ચ 26.99 લાખ કરોડ રૂપિયા
– આ વર્ષે રાજકોષીય ખાધ જીડીપીના 3.8 ટકા રહેવાની ધારણા, આવતા વર્ષ માટે 3.5 ટકાનો લક્ષ્યાંક
– હાલના રૂઝાન પ્રમાણે 2020-21મા નૉમિનલ જીડીપી ગ્રોથ 10 ટકા રહેવાની ધારણા
– આવતા વર્ષે સરકાર 5.36 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઉધાર લેશે. તેનો મોટાભાગનો હિસ્સો મૂડી ખર્ચ માટે થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.