ઝારખંડમાં રવિવારના રોજ હેમંત સોરોને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રોપદી મુર્મુએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. હેમંત સોરેન સિવાય કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીની ગઠબંધન સરકારના મુખિયા બનેલા હેમંત સોરોને ઝારખંડના 11મા સીએમ બન્યા છે. હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય દળ નેતા આલમગીર આલમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ એ મંત્રી પદના થશપથ લીધા. આરજેડીના
રવિવારના રોજ યોજાયેલ હેમંસ સોરેનના શપથ સમારંભ દરમ્યાન મંચ પર વિપક્ષના તમામ મોટા નેતા હાજર રહ્યા. નવી સરકારના શપથ સમારંભમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પૂર્વ રાજ્યસભા સાંસદ શરદ યાદવ, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સુબોધ કાંત સહાય, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સહિતના મોટા નેતા હાજર રહ્યા. આ સિવાય ડીએમકેના નેતા એમકે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, એનસીપી નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ સીએમ રઘુબર દાસ પણ મંચ પર હાજર રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.